ગમે તે ક્ષણે બ્લેક લિસ્ટ થઈ શકે છે પાકિસ્તાન, બેંગકોકમાં આજે FATF સમક્ષ પેશી
આતંકવાદીઓને ફંડિંગ અને તેમના માટે સેફ હેવન બની બેઠેલા પાકિસ્તાનને હવે બ્લેક લિસ્ટ થવાનો ડર સતાવી રહ્યો છે. બેંગકોકમાં આજે ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની મહત્વની બેઠક થવા જઈ રહી છે.
નવી દિલ્હી: આતંકવાદીઓને ફંડિંગ અને તેમના માટે સેફ હેવન બની બેઠેલા પાકિસ્તાનને હવે બ્લેક લિસ્ટ થવાનો ડર સતાવી રહ્યો છે. બેંગકોકમાં આજે ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની મહત્વની બેઠક થવા જઈ રહી છે. આ બેઠકમાં નક્કી થશે કે પાકિસ્તાનનું નામ ગ્રે સૂચિમાં રહેશે કે પછી બ્લેક લિસ્ટમાં નાખવું. પાકિસ્તાનની 20 સભ્યોની એક ટીમ આજે બેંગકોકમાં એફટીએફ સામે હાજર થશે. આવામાં પાકિસ્તાનને આતંકી ફંડિંગ મામલે હવે બ્લેક લિસ્ટ થવાનો ડર સતાવી રહ્યો છે.
બેઠકમાં પાકિસ્તાન તરફથી Federal Minister for Economic Affairs હમ્માદ અઝહર, ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી, સ્ટેટ બેંક, ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન ઓફ પાકિસ્તાન, એન્ટી નારકોટિક્સ ફોર્સ અને ગુપ્તચર એજન્સીઓના પ્રતિનિધિઓ સામેલ થશે. આ બેઠક 9 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધી ચાલશે જેમાં એ વાતની સમીક્ષા કરવામાં આવશે કે પાકિસ્તાને જૂન 2018માં જે વચન આપ્યું હતું તેને કેટલું પૂરું કર્યું છે.
જુઓ LIVE TV